About us
હવે હજારો રૂપિયાના મોંઘા પ્રોફેશનલ કોર્ષ, સ્ત્રીઓને શીખવા મળશે તદ્દન ફ્રી માં!
સમય સાથે બધું બદલાય છે,
ઇન્ડસ્ટ્રીઝ, ટેક્નોલોજીઓ અને કમાવાની તકો પણ…
પહેલાંના સમયમાં બહેન-દીકરીઓ ઘર સાંભળવાની સાથે હસ્તકલા અને ગૃહ ઉદ્યોગથી ઈનકમ જનરેટ કરતી.
પણ હવે સમય પ્રમાણે સ્ત્રીઓ ડિજીટલ જગતને સારી રીતે જાણતી થઈ ગઈ છે.
માટે તમારો પોઝિટિવ પાજી એટલે કે હું અને સુરતના જાણીતા ઝિયોન એન્ટરપ્રાઇઝ – ધ લેપટોપ સ્ટોર વાળા શૈલેષભાઈ કસવાલાએ શરૂ કર્યું છે “આત્મ નિવેદન ફાઉન્ડેશન”.
જેમાં સ્ત્રીઓને, એ ડિજીટલ જાણકારીને કમાણીમાં ફેરવતાં શિખવાડવામાં આવે છે, એ પણ મફત.
આ ફાઉન્ડેશનમાં સ્ત્રીઓને ડિજીટલ યુગ પ્રમાણે, વિડિયો એડિટિંગ, ડિજીટલ માર્કેટીંગ, રિસેલર એટલે કે પ્રોડક્ટ સેલિંગ, કન્ટેન્ટ રાઈટર અને ટેક્ષ્ટાઈલ સ્કેચ ડીઝાઇન જેવા ડીમાન્ડ લક્ષી કોર્ષ શીખવવામાં આવે છે.
૨ થી ૬ મહિનાની તાલીમ ધરાવતા આ પ્રોફેશનલ કોર્ષિસમાં એડમિશન માટે ઉંમર કે અભ્યાસ કંઈ બાધ્ય નથી. સ્ત્રીઓને જમાના પ્રમાણે આત્મનિર્ભર બનાવવાના હેતુથી અહીં પ્લેસમેન્ટ પણ કરાવી આપવામાં આવે છે, એ પણ કોઈ શરત વિના.
હાલ આ ફાઉન્ડેશન સુરતમાં એક્ટિવ છે અને પહેલી બેચમાં ઓલરેડી દસ દિકિરીઓ, વિડિયો એડિટિંગની ટ્રેનિંગ લઈ રહી છે. અને બીજી બેચ માટેના રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. તો આપેલા નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આવનારા સમયમાં અમદાવાદ, બરોડા અને સુરતના વિવિધ વિસ્તારોમાં આ શાખાઓ શરૂ કરવામાં આવશે.
આ ડિજીટલ યુગની કહાણી અને કમાણી આપ સૌ જુઓ જ છો, હવે ટેલેન્ટ અને કન્ટેન્ટ મેટર કરે છે.
તો આ વીડિયો વધુમાં વધુ બહેનો અને દીકરીઓ સુધી શેર કરો.
વિચાર સારો લાગ્યો હોય અને તમારા શહેરમાં શરૂ થાય એવું ઈચ્છો છો, તો તમારા શહેરનું નામ કોમેન્ટ કરો.